Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ TDO વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબના ગુનાની માંગ સાથે તંત્રને આવેદન પત્ર અપાયું..!

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ટીડીઓનો વિવાદ વધુ વકર્યો છે.

X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ટીડીઓનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના આગેવાન વંદન વસાવા અને કારોબારી અધ્યક્ષ સુરેશ વસાવાએ ટીડીઓ સામે નેત્રંગ પોલીસ મથકમાં જાનથી મારી નાખવાની ધમકી, જાતિ વિષયક અભદ્ર ભાષાનો પ્રયોગ અને એક જાતિના લોકો દ્વારા નેત્રંગ તાલુકા પંચાયત ચલાવવાના મુદ્દાઓ સહિત એટ્રોસીટી એક્ટની ફરીયાદ આપી હતી, જ્યારે નેત્રંગ ટીડીઓ આર.બી.મલેકે ઉપપ્રમુખ વંદન વસાવા અને કારોબારી અધ્યક્ષ સુરેશ વસાવા સામે સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી, ટેન્ડર બોર-મોટરના નાણા અમારા સગાઓના ખાતામાં જમા કરાવવા, કામોનું એડવાન્સમાં પેમેન્ટ કરવા સહિતની વિવિધ માંગ સાથે ભરૂચ જિલ્લા પંચાયત અને નેત્રંગ પોલીસમાં ફરીયાદ કરતાં ખળભરાટ મચી જવા પામ્યો હતો. નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન માનસિંગભાઇ વસાવા, ઉપપ્રમુખ વંદન વસાવા, કારોબારી અધ્યક્ષ સુરેશ વસાવા, જીલ્લા બાળ-વિકાસ વિભાગના ચેરમેન વષૉબેન દેશમુખ, જીલ્લા ભાજપના મંત્રી ભાવનાબેન પંચાલ, ભાજપના મહામંત્રી પ્રકાશ ગામિત, પરેશ ભાટીયા અને ભાજપના કાર્યકરોએ ટીડીઓ સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદની માંગ અને સુત્રોચાર કરીને નેત્રંગ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે જ જો પોલીસ ગુનો દાખલ નહીં કરે તો ધરણા ઉપર બેસવાની પણ ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો હતો.

Next Story