ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટીની ફરજબદલી થતાં વિદાય સમારંભ યોજાયો...

તાલુકાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની પંચમહાલ જિલ્લામાં ફરજબદલી થતાં ઉમલ્લા ગ્રામ પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

New Update
ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટીની ફરજબદલી થતાં વિદાય સમારંભ યોજાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની પંચમહાલ જિલ્લામાં ફરજબદલી થતાં ઉમલ્લા ગ્રામ પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

જીવણભાઈ વણજારા છેલ્લા 6 વર્ષથી ઉમલ્લા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી તરીકેની ફરજ બજાવતા હતા. જેઓની કામગીરી ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ ગ્રામજનોએ બિરદાવી હતી. તેઓની જગ્યાએ તલાટી કમ મંત્રી તરીકે ઉદેસિંહ વસાવાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમજ વિદાય લેતા તલાટી કમ મંત્રી જીવણ વણઝારા નાઓને પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી. આ અવસરે ભાવુક થઈ જીવણ વણઝારાએ સૌ ઉપસ્થિત ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ અગ્રણીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય ભાર્ગવ પટેલ, સરપંચ સરોજ વસાવા, દશરથ વસાવા, સંજય વસાવા, રશ્મિકાંત પંડ્યા, જયંતી દેસાઈ, બીપીન પટેલ, રજની પટેલ, ખખરીપુરાના દિનેશ વસાવા, પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories