ભરૂચ જિલ્લા ભાજપના પાંચેય વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારંભ શહેરની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો.
ભરૂચ જિલ્લામાં પાંચેય વિધાનસભાના ભાજપના વિજેતા ધારાસભ્યો પૈકી અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના અરૂણસિંહ રણા, ભરૂચના રમેશ મિસ્ત્રી, જબુસરના ડી.કે.સ્વામી અને ઝઘડિયાના રીતેશ વસાવાના સન્માન કાર્યકમ સમારોહના અધ્યક્ષ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.વિજેતા ધારાસભ્યોએ સંગઠન, કાર્યકરો અને પ્રજાનો આભાર માની હવે પાંચ વર્ષ જનતાનાં કાર્યો અને જિલ્લાના વિકાસમાં વેગ આપવાનો મત મંચ પરથી વ્યક્ત કર્યો હતો. પાંચેય બેઠકો પેહલીવાર જીતી ઇતિહાસ સર્જવા સાથે હવે જવાબદારી અમારી છે તેમ કહી ભાજપ જિલ્લા પ્રમુખે પ્રજાની આશા અપેક્ષા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.ભરૂચ: પાંચ વિધાનસભા બેઠકના ભાજપના વિજેતા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો