ભરૂચ: નવાતવરા ગામે મધરાતે દુકાનમાં આગ ફાટી નિકળી,લાખો રૂપિયાનો સામાન બળીને ખાક

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષ મોદી તેમના ઘરમાં જ દુકાન ધરાવે છે.

New Update
ભરૂચ: નવાતવરા ગામે મધરાતે દુકાનમાં આગ ફાટી નિકળી,લાખો રૂપિયાનો સામાન બળીને ખાક

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષ મોદી તેમના ઘરમાં જ દુકાન ધરાવે છે તેમના ઘરમાં નીચેના ભાગે આવેલ દુકાનમાં આજરોજ વહેલી સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ અંગેની જાણ થતા જ શૈલેષભાઈ અને તેમના પરિવારજનો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ભરૂચ નગર સેવાસદના ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દુકાનમાં આગ લાગતા અંદર રહેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. જો કે કોઈ જાનહાની ન થતાં સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો

Latest Stories