/connect-gujarat/media/post_banners/a8680d313aeda049ef452edd81372f70031dde93d6b77960f5ba8c7e1653178e.jpg)
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ચાર રસ્તા નજીક આવેલ માલીવાડ વિસ્તારમાં રહેતા સુજનીવાલા પરિવારના સભ્યો ધાર્મિક પ્રસંગે બહાર ગયા હતા. આ દરમિયાન અચાનક તેઓના મકાનમાં આગ ફાટી નીકળી હતી. મકાનમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા.
આગ લાગવાના બનાવ બાબતે પાડોશીઓએ મકાન માલિક જાકીર અબ્દુલ સુજનીવાલા સહિત નગરપાલિકાના ફાયર વિમકાનમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા.ભાગને જાણ કરી હતી, ત્યારે આગની ઘટનાના પગલે સમગ્ર પરિવાર મકાને દોડી આવ્યો હતો. આ તરફ નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ 2 વોટર બાઉઝર સાથે ઘટના સ્થળે દોડ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
જોકે, મકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ મકાનમાં રહેલ સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. મકાન માલીકના જણાવ્યા અનુસાર, આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.