ભરૂચ: પાલેજ પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયુ

પાલેજ પોલીસ મથકની હદમાં આવતા પાલેજ ટાઉન તેમજ વરેડિયા ગામમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: પાલેજ પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયુ

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં આવતા પાલેજ ટાઉન તેમજ વરેડિયા ગામમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેપિડ એક્શન ફોર્સ ટુકડીના અધિક્ષક સુબોધ સહાય તથા સહાયક કમાન્ડર તથા ઇન્સ્પેકટર એસ એસ શેખાવતની આગેવાની હેઠળ રેપિડ એક્શન ફોર્સના ૪૦ જવાનોને સાથે રાખી પાલેજ અને વરેડિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.રેપિડ એક્શન ફોર્સના જવાનોને એરિયા ડોમીનેશન કરી ભૌગોલિક પરિસ્થતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ફૂટ પેટ્રોલિંગમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ એન પટેલ, પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓ, જોડાયા હતા.