સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ, મહિલા પતંજલિ યોગ સમિતિ,ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના કુંજ રેસીપ્લાઝા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ, આસનો, ધ્યાન શિખવાડી તેના લાભો જણાવવામા આવ્યાં હતા, જ્યારે મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમા પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બહેનોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી રહે તે હેતુથી કુંજ રેસીપ્લાઝા ખાતે ફ્રી હોમિયોપેથીક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રેન્ડમ બ્લડ સુગર (ડાયાબિટીક લેવલ), ઓક્સિજન લેવલ, બ્લડપ્રેશર, બોડી માસ ઇન્ડેક્ષ ચેક કરી અને હોમિયાપેથી નિષ્ણાંત ડોક્ટર હેમાંગીબેન અને હિમાનીબેન દ્વારા મફત કન્સલ્ટેશન કરી દવાઓ આપવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં 80થી વધુ સંસ્થાની બહેનો તથા યોગ સાધક બહેનોએ હાજર રહી લાભ લીધો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમા પટેલ, પ્રકાશ પટેલ,