Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હાંસોટના ઇલાવ ગામે આર.કે.વકીલ હાઈસ્કૂલમાં નવરાત્રી નિમિત્તે ગરબા તેમજ આરતી શણગાર સ્પર્ધા યોજાય...

ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકા બા પ્રાઇમરી શાળાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિતે ગરબા સ્પર્ધા અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : હાંસોટના ઇલાવ ગામે આર.કે.વકીલ હાઈસ્કૂલમાં નવરાત્રી નિમિત્તે ગરબા તેમજ આરતી શણગાર સ્પર્ધા યોજાય...
X

ભરૂચ જિલ્લાના છેવાડાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકા બા પ્રાઇમરી શાળાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી નિમિતે ગરબા સ્પર્ધા અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અભ્યાસની સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓમાં ઇતરપ્રવૃત્તિ પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકા બા પ્રાઇમરી શાળાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ચાલી રહેલ માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી શાળાના વિદ્યાર્થીઓ માટે ગરબા સ્પર્ધા અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અવનવી રીતભાતથી આરતી શણગાર કરી લોકોના મન મોહી લીધા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે G&H એન્ટરપ્રાઇઝના હિમાંશુ પારેખ અને પેરેડાઈઝ સલૂન એન્ડ એકેડમીના ગીતા પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગરબા સ્પર્ધા અને આરતી શણગાર સ્પર્ધામાં વિજેતા થયેલ વિધાર્થીઓને આમંત્રિતોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, આર.કે.વકીલ હાઈસ્કૂલના ટ્રસ્ટી હિમાંશુ પટેલ, આદર્શ કેળવણી મંડળના સભ્ય જય વ્યાસ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જીજ્ઞેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story