ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહોત્સવનો હજારો હરિભક્તોએ લાભ લીધો હતો.
હિન્દુ સંસ્કૃતિની પરંપરા પ્રમાણે અન્નકૂટનું વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન સ્વામિનારાયણ મંદિર ઝાડેશ્વરના અનુયાયો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેઓના ઘરેથી 1100 થી વધુ શાકાહારી વાનગીઓ બનાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. અન્નકૂટના દર્શનનો લાભ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભરૂચ જિલ્લા ભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયો અને અન્ય શહેરીજનો ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહા આરતી અને લાઈટ એન્ડ સાઉન્ડ સો તથા પ્રભાવક અને પ્રેરક સાંસ્કૃતિક ડાયરા, બાળકો માટે વિવિધ મનોરંજન, વિવિધ સાંસ્કૃતિક નૃત્યો પર્યાવરણ જાગૃતિ, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વાસ્થિક અને પૌષ્ટિક ફૂડ કોર્નર સહિત વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યું હતું. ત્યારે આ ઉત્સવના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપ મહામંત્રી નિરલ પટેલએ પણ પૂજા અર્ચના કરી હતી. ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ સમગ્ર ભરૂચ જિલ્લાના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી