જંબુસરના કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર તીર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઇ સ્તંભેશ્વર મહાદેવના નામથી ઓળખાતા અને દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે ખ્યાતી પામેલ સ્તંભેશ્વર મહાદેવ જે અરબી સમુદ્રના કિનારે આવેલ છે જ્યાં કોરોના મહામારીના બે વર્ષ બાદ મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે.
કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આવર્ષે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી થનાર છે જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે ૨૨ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજના સો જોડાઓ ભાગ લઈ રહ્યા છે. મહાશિવરાત્રિના દિને ગુપ્ત તીર્થ સ્થાને રાજ્યભરમાંથી અનેક શ્રધ્ધાળુઓ દર્શન પૂજન માટે ઉમટી પડશે પૂનમ અને અમાસના દિવસે શ્રધ્ધાપૂર્વક સ્તંભેશ્વર દાદાના પૂજન અર્ચન કરવાથી પિતૃ તૃપ્ત થઈ આશિષ આપે છે તેવી ધાર્મિક વાયકા છે પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રભાસમાં અગિયાર વખત સ્નાન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે અહીં એક વખત સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે તેમ સ્કંદપુરાણમા લખવામાં આવ્યું છે.