ભરૂચમાં સ્થાયી થયેલા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
કેરાલિયન સમાજમાં ભગવાન ઐયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે.શબરીમાલા મંદિરની જેમ જે યાત્રા નીકળે છે તે જ પ્રકારે ભગવાન ઐયપ્પાની યાત્રા કાઢવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ શ્રી અયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન ઐયપ્પાની પૂજા-અર્ચના સહિત શણગારેલ ગજરાજ સહિત પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી ભરૂચના કસક હનુમાનજી મંદિરથી ઝાડેશ્વર પાસે આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા