Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું કરાયું આયોજન

ભરૂચમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા

X

ભરૂચ માં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા

ભારતની પવિત્ર ભૂમિની ખાસિયત છે વિવિધતામાં એકતા. ભારતમાં વિવિધ ધર્મોનું અનુસરણ કરતા લોકો વસે છે. તેથી જ ભારતમાં તમામ ધર્મોને લગતા ઘણા બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે જેન સમાજ ના 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી ભરૂચના વિવિધ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરોમા કરવામાં આવી હતી. મહાવીર જયંતિ દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે .ભરૂચમાં પણ જૈન સમાજ દ્વારા વિવિધ વિસ્તારોના દેરાસરોમાં ભગવાન મહાવીર જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાઓ અને દિવસ પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જૈન સમાજ દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા શ્રીમાળી પોળ જૈન મંદિરેથી નીકળી શહેરના વિવિધ જૈન મંદિરોએ ફરી શક્તિના વિસ્તારના શ્રી આદિનાથજી મંદિરે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.

Next Story