Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બેંગલોરના સાયકલીસ્ટોનું કરાયું ભવ્ય સ્વાગત, 220 દિવસની સફર સાથે સર્જશે રેકોર્ડ.

સમગ્ર ભારત ભ્રમણ ઉપર નીકળેલા બેંગલોરના સાયકલીસ્ટોની રેલીને સહકાર આપવા ભરૂચના રોટરી યુથ સેન્ટરથી અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ સુધી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

સમગ્ર ભારત ભ્રમણ ઉપર નીકળેલા બેંગલોરના સાયકલીસ્ટોની રેલીને સહકાર આપવા ભરૂચના રોટરી યુથ સેન્ટરથી અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ સુધી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ સહિતની સહયોગી સંસ્થાઓ દ્વારા બેંગલોરના સાયકલીસ્ટોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતતા કેળવવાના આશય સાથે રોટરી ક્લબ ઓફ ભરૂચ, આર.સી.સી., રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચ, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન, ઇટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચ, GJ-16 પેડલર્સ અને ભરૂચ સાયકલીસ્ટ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રોટરી યુથ સેન્ટરથી અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ સુધી યોજાયેલી સાઇકલ રેલીમાં મોટી સંખ્યામાં સાઇકલ સવારો જોડાયા હતા. આ રેલીમાં બેંગલોરના 2 સાયકલીસ્ટો અને નાના બાળકો સહિત વયસ્કો મળી 300થી વધુ સાઇકલ સવારોએ ભાગ લીધો હતો. પર્યાવરણ બચાવોના હેતુથી ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા નીકળેલી સૌથી લાંબી સાઇકલ યાત્રાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રોટ્રેક્ટ ક્લબ ઓફ બેંગ્લોરના 2 રોટ્રેક્ટર્સ ધનુષ અને હેમંત કે, જેઓ, કુલ 25000 કિલોમીટર લાબી સાઇકલ યાત્રા યોજી 26 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત રાજ્યોની 220 દિવસની સફરે નીકળ્યા છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ ડો. વિક્રમ પ્રેમકુમાર, સેક્રેટરી રચના પોદાર તેમજ ઇવેન્ટ ચેર પર્સન રાહીલ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story