ભરૂચ : અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઔતિહાસિક સમરસ કાવડ યાત્રા યોજાય...

અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ઔતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઔતિહાસિક સમરસ કાવડ યાત્રા યોજાય...

અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ઔતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિદ્વારથી લાવેલ ગંગાજળથી ભરૂચ તથા અંકલેશ્વર સહિત જિલ્લાના વિવિધ મહાદેવ મંદિરે શિવજીને અભિષેક કરવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભા ક્ષેત્રના 202 શિવ મંદિરોમાં હરિદ્વારથી લાવવામાં આવેલ ગંગા જળ વડે જળાભિષેક માટે ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ભરૂચના એમ.જી. રોડ પર આવેલ જૂની ભારતી ટોકીઝ નજીકથી કરવામાં આવ્યો હતો. ભરૂચના નિલકંઠ મહાદેવ, પ્રગટેશ્વર મહાદેવ ઉપરાંત જંબુસર, વાગરા, અંકલેશ્વર, ઝઘડીયા, વાલિયા સહિત નેત્રંગ સ્થિત મહાદેવ મંદિરે હરિદ્વારથી લાવવામાં આવેલ ગંગા જળનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિન્દુ ધર્મ સમાજ-ભરૂચના પ્રમુખ દેવુભા કાઠી, સુધીર અટોદરિયા સહિત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જીણા ભરવાડ, પ્રશાંત પટેલ સહિત હિન્દુ સંગઠનો જોડાયા હતા.

Latest Stories