Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ યોજાય, અશ્વ દોડ નિહાળવા લોકો ઉમટ્યા...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલા ઘોડા-ઘોડીઓની દોડને નિહાળવા મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામમાંથી 28 જેટલા ઘોડા-ઘોડીઓની અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની શરૂઆત આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા રીબીન કાપી ઝંડી બતાવી દોડ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ હરીફાઈનું આયોજન આમોદ શહેરના સાજીદ રાણા અને તણછા ગામના અંગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકામાં પ્રથમવાર અશ્વ દોડનું આયોજન કરવામાં આવતા મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં લેડીઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતી શીતપોર ગામના શેરૂ સિંધીની ધોડી પ્રથમ નંબરે આવી હતી, જ્યારે બીજા નંબરે જંત્રાણ ગામના મોહસીન સરપંચનો ઘોડો, અને પહાજ ગામના અફઝલ ભાઈનો ઘોડો ત્રીજા નંબર પર આવતા ઉપસ્થિત લોકટોણામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Next Story