New Update
/connect-gujarat/media/post_banners/0ec9c573e1264f122a07eaad099aaeeb0069005899c5ccfdeab14e1ca3722932.jpg)
ભરૂચમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર ઠેર ઠેર એકથી દોઢ ફૂટના ખાડા પડી જતા વાહનચાલકોને ખાડામાં રસ્તો શોધવાની નોબત આવી છે. ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા સુધીના મુખ્ય માર્ગનું સમારકામ જ કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ગનું સમારકામ ન કરવામાં આવતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી.