Connect Gujarat
ભરૂચ

ભરૂચ : છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગરની LCB પોલીસે વડોદરાના વાઘોડીયા નજીકથી કરી ધરપકડ...

શહેર, નવસારી, તાપી જીલ્લાના ગુનાઓ મળી પ્રોહીબીશનના 10 જેટલા ગુનાઓમાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

ભરૂચ જીલ્લા તેમજ વડોદરા શહેર, નવસારી, તાપી જીલ્લાના ગુનાઓ મળી પ્રોહીબીશનના 10 જેટલા ગુનાઓમાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિકારી દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતીપુર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે ઉદ્દેશથી જીલ્લામાં અસમાજીક પ્રવૃતિ ઉપર સતત વોચ રાખવા તેમજ અસમાજીક પ્રવૃતિઓના ગુનાઓમાં મુખ્ય સુત્રધાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચનાઓ અન્વયે, LCB પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટે સુચનાઓના આધારે ભરૂચ જીલ્લામાં ભુતકાળના સમયમાં પ્રોહીબિશનનો મોટી માત્રામાં પ્રોહિબીશનનો જથ્થો પકડાયેલ હોય તેવા ગુનાઓમાં મુખ્ય સુત્રધાર આરોપીઓ વોન્ટેડ હોય તે આરોપીઓને અલગથી તારવી સત્વરે ઝડપી પાડવા લોલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ બનાવી, હ્યુમન શોર્ષિસ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે ચોક્ક્સ દિશામાં વર્ક આઉટ હાથ ધરી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમ્યાન ગતરોજ LCB પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળાની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં તથા ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના 10 જેટલા પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લા ત્રણેક વર્ષથી વોન્ટેડ ભરૂચનો લીસ્ટેડ બુટલેગર નિયામત અલી ઉર્ફે મુન્નો રાજ વડોદરાના વાઘોડીયા નજીક આવેલ સખારૂપીર દરગાહે આવનાર છે, જે મુજબની હકીકતના આધારે સદર આરોપીને ઝડપી પાડવા LCBની એક ટીમને વાઘોડીયા નજીક તપાસ અર્થે મોકલી આપવામાં આવી હતી, જ્યાં બુટલેગર આરોપી આવતા તેને કંઇ અણસાર આવે તે પહેલા ઝડપી પાડી તેને ભરૂચ ખાતે લઇ આવી ઉંડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા તેણે ભરૂચ જીલ્લાના પાલેજ, દહેજ મરીન, દહેજ, નેત્રંગ, જંબુસર, આમોદ મળી કુલ 7 તથા વડોદરાના મકરપુરા, નવસારીના ચીખલી, તાપીના ઉચ્છલ મળી અન્ય જીલ્લાના 3 ગુનાઓની કબુલાત આપી હતી. આ ઉપરાંત પકડાયેલ બુટલેગર વિસેક વર્ષથી વિદેશી દારૂના ધંધામાં સક્રીય હોય અને મુખ્ય સુત્રધાર હોવાથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story