ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પડતર કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચમાં કાર્યરત જીલ્લા ન્યાયાલય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિટ જજ વી.કે પાઠકના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી.જેમા ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ એકટ મુજબના કેસ, ફક્ત નાણાંની વસુલાતનાં કેસો, વાહન અકસ્માતના વળતરનાં કેસો, લેબર તકરારનાં કેસ, વોટરબીલને લગતાં કેસ, લગ્નવિષયક કેસ,જમીન સંપાદનનાં કેસ,મહેસુલને લગતાં કેસ, અન્ય સીવીલ કેસ જેવાં કે ભાડા, સુખાધિકારનો અધિકાર, મનાઈ હુકમ, ટ્રાંફિક નિયમોના ભંગ,વિશીષ્ટ પાલનનાં દાવાં વિગેરેના કેસ તથા પ્રિ-લીટીગેશન, ઉપરાંત ખોરાકીના કેસ મુક્વામાં આવ્યા હતા.આ લોક અદાલત 14 હજાર થી વધુ કેસ મુકવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયિક અધિકારી, સરકારી વકીલો, ભરૂચ વકીલ બાર એસોસિએશન હોદ્દેદારો સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા.