Connect Gujarat
ભરૂચ

ભરૂચ:વટારીયા ગામ નજીક ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક આરોપીને રૂ.15.89 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો

X

સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે બાતમીના આધારે ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક આરોપીને રૂ.15.89 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો

ગુજરાતમાં વિદેશી દારૂ જુગારની ચાલતી પ્રવૃતિઓ અટકાવવા સ્ટેટ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધી નગરના પી.એસ.આઈ સી.એ તાવીયાડ,એ.એસ.આઈ રાકેશકુમાર અમૃતરાવ સહિતનો સ્ટાફ ભરુચ જિલ્લામાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક્સયુવી કાર નંબર-જી.જે.19.એ.એ.7740નો ચાલક મહારાષ્ટ્રના ખાપર ગામના દારૂના ઠેકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે આપવા આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાલિયા ગામના ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી વૈભવી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતાં ચાલકે કાર હંકારી મૂકતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં વટારીયા ગામ પાસેથી ટ્રાફિકજામ હોય ચાલક માર્ગની બાજુની સાઈડે ઉતારી ભાગવા જતાં કાર વૃક્ષના થડ સાથે ભટકાઇ અટકી ગઈ હતી પોલીસે દોડી અંદર સવાર ચાર ઈસમોને પકડવાની કોશિશ કરતાં ચાર પૈકી ત્રણ ઇસમો ફરાર થઈ ગયા હતા જ્યારે પોલીસે દારૂનો જથ્થો ઉતારવા આવેલ મજૂરને પકડી પાડ્યો હતો અને કારમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 89 હજારથી વધુનો દારૂ અને 15 લાખની કાર મળી કુલ 15.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને નંદુરબારના કાકડખૂંટ ગામના નિશાળ ફળિયામાં રહેતો મજૂર બહાદુરસિંગ સેગજી વસાવાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story