/connect-gujarat/media/post_banners/0cc2edc16c0702b3356e7b9d5056d17787b1b960c64d72217ef4afb2ee229fda.jpg)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આરતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક-અંકલેશ્વરના સહયોગથી યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું. આરતી ફાઉન્ડેશન દ્વારા અવાર નવાર લોકહિતના કર્યો કરવામાં આવતા હોય છે. જે અનુસંધાને બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. આ રક્તદાન કેમ્પમાં 300 યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. કુમારપાળ ગાંધી બ્લડ બેંકના ડો. આશિષ મોદી દ્વારા આરતી ઇન્ડસ્ટ્રીઝનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.