Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંગીત સંધ્યા યોજાય

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ- ભરૂચ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષતામાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો..

X

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ- ભરૂચ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષતામાં "સંગીત સંધ્યા" કાર્યક્રમ યોજાયો..

તા.૧ લી મે ૨૦૨૨ ને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિતે ભરૂચ જિલ્લા ખાતે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉનહોલ ભરૂચ ખાતે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ કાર્યક્રમમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવા, નાયબ મુખ્ય દંડક દુષ્યંત ભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અતોદરિયા, સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. ઉપસ્થિત અગ્રણીઓ એ ગુજરાત વિકાસ ની ગાથા રજૂ કરી સૌ ને શુભેચ્છા પાઠવી હતી.... પ્રસિદ્ધ લોકગાયક અભેસિંહ રાઠોડ, અને તેમના વૃંદે લોક સાહિત્ય ની રસથાળ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા...

Next Story
Share it