ભરૂચ: લંડનમાં સ્થાયી થયેલ મુસ્લિમ પરિવાર વતનમાં લોકોને પહોંચાડે છે ઇફતારની કીટ

રમજાન માસનો પ્રારંભ થતાં જ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ રમઝાનની ઇફ્તાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે.

New Update
ભરૂચ: લંડનમાં સ્થાયી થયેલ મુસ્લિમ પરિવાર વતનમાં લોકોને પહોંચાડે છે ઇફતારની કીટ

ભરૂચ જિલ્લામાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાં જ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ રમઝાનની ઇફ્તાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાનો હોય હંમેશા 108ની ભૂમિકામાં કાર્યરત રહેતા ઐયુબ વલી કાળા પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા છે છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી.પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાત મંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમઝાનનક ઇફ્તાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી. ઐયુબ વલી કાળાના પુત્ર મોહસીન વલી કાળાએ પણ પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે જરૂરિયાત મંદ લોકોને રમઝાનની ઇફ્તાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Latest Stories