ભરૂચ જિલ્લામાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાં જ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ રમઝાનની ઇફ્તાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાનો હોય હંમેશા 108ની ભૂમિકામાં કાર્યરત રહેતા ઐયુબ વલી કાળા પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા છે છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી.પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાત મંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમઝાનનક ઇફ્તાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી. ઐયુબ વલી કાળાના પુત્ર મોહસીન વલી કાળાએ પણ પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે જરૂરિયાત મંદ લોકોને રમઝાનની ઇફ્તાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.