ભરૂચ: ઝાડેશ્વર નજીક ખાનગી બસ વીજ પોલ સાથે ભટકાય, મોટી દુર્ઘટના ટળી

ઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી

New Update
ભરૂચ: ઝાડેશ્વર નજીક ખાનગી બસ વીજ પોલ સાથે ભટકાય, મોટી દુર્ઘટના ટળી

ભરૂચના ઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી



આજરોજ વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લકઝરી બસનો ચાલક કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો તે દરમિયાન બસનો ચાલક નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો તે વેળા બસ વીજ પોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો બસ ભટકાતા વીજ પોલ ધડાકા ભેર જમીન ઉપર તૂટી પડ્યો હતો જેને પગલે માર્ગ બંધ થઈ ગયો હતો આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો ઘટના વહેલી સવારે બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો કે અકસ્માતની પગલે વીજ પોલને નુકશાન થયું હતું બનાવ અંગે સ્થાનિકોએ વીજ કંપની અને પોલીસને જાણ કરી હતી જેને પગલે વીજ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.