ભરૂચ: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

New Update
ભરૂચ: શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી

આજે શિવાજી મહારાજની જન્મજયંતિ

ઠેર ઠેર વિશેષ કાર્યક્રમનું આયોજન

ભરૂચમાં વિશાળ શોભાયાત્રા નિકળી

મોટી સંખ્યામાં લોકો જોડાયા

શ્રવણ ચોકડી ખાતેથી શોભાયાત્રાનું આયોજન

આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા, ત્યારે આ શોભાયાત્રા ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલા સંકટ મોચન હનુમાન મંદિરે ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.