ભરૂચ જિલ્લાના જંબુસર નગરના સ્વરાજ ભવન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીના અધ્યક્ષ સ્થાને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રમત-ગમત મંત્રી, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ તેમજ કમિશનર, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સંચાલિત, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન જંબુસર નગરના સ્વરાજ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉપસ્થિતિ માનવ મેદનીને સંબોધતા જણાવ્યુ હતું કે, ભારત સરકાર અને વડાપ્રધાનની પ્રેરણાથી સમગ્ર ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાય રહ્યો છે, ત્યારે દેશ માટે બલિદાન આપનાર મહામાનવને યાદ કરી દરેક ગામ, શહેર, નગરમાંથી માટીના 75 હજાર કળશ દિલ્હીમાં મોકલવાના છે, અને તેની એક વન વાટીકા બનાવી એક ઐતિહાસિક સ્મારકમાં આપણે સહયોગી બનવાનું છે, અને વૃક્ષારોપણ કરી જંગલો ઊભા કરી 75 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવાનો છે, એમ જણાવયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ, અંજુ સિંધા, નગરપાલિકા પ્રમુખ ભાવના રામી, અંજુ સિંધા ની આગેવાનીમાં યોજાયો હતો.