ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો...

ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો...

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના યજમાનપદે તા. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ યોજાનાર છે, ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને રમત-ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે વિવિધ રમત-ગમતોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે "જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયા"ના સૂત્રને ચરિતાર્થ કરવાના ભાગરૂપે તેમજ વિશેષ જનજાગૃતિ અભિયાન હેઠળ વિવિધ સ્થળે રમત સ્પર્ધાઓના આયોજન થઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત ખેલ મહાકુંભના વિજેતાઓને પુરષ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ, તપોવન સંસ્કાર કેન્દ્રના નિયામક દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા, રાજન ગોહિલ સહિત અન્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.