Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પોલીસ દ્વારા મારી માટી-મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો,અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો

X

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત મારી માટી મારો દેશ અભિયાન હેઠળ કળશ સાથે ભરૃચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કાર્યકમ યોજાયો હતો..જેમાં સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા,ભરુચ નાગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા,જિલ્લા કલેકટર તુષાર સુમેરા,અધિક જિલ્લા કલેકટર એન.આર ધાંધલ, એસ.પી.મયુર સિંહ ચાવડા, સહિતના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ,અને પોલીસ કર્મીઓ,સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિતો દ્વારા વીર જવાનોના સન્માનના શપથ લેવામાં આવ્યા હતા.જે બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડથી પાંચબત્તી થઇ સ્ટેશન સર્કલ અને ત્યાંથી હોસ્ટેલ ગ્રાઉન્ડ પરત સુધીની પરેડ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને સાંસદ મનસુખ વસાવાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Next Story