/connect-gujarat/media/post_banners/d3fb1901e51bcf9eda8cb0cd0975f47d5f216ea8f01576f6bf03fb692097caeb.webp)
ભરૂચ સક્રિય પત્રકાર સભ્ય અને સહમંત્રી અતુલ પટેલની આગેવાનીમાં વિશ્વ યોગ દિવસના આગામી આયોજન નિમિત્તે રવિવારના રોજ વહેલી સવારે ભરૃચના લિંક રોડ સ્થિત હનુમાનજી મંદિર ખાતે શિવા શક્તિ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના કામિનાબેન રાજની ગાઈડલાઈનને અનુસરી જીજે ૧૬ પેડલર્સ સાઇકલ ગ્રુપ તેમજ ભરૃચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિઃશુલ્ક યોગ દિવસ પ્રોટોકોલ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હનુમાનજીના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં યોગને સમર્પિત યોગ ટીચર કામિનાબેન રાજે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે માહિતી આપી યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની રસાળ શૈલીમાં માર્ગદર્શન આપી તેનું નિદર્શન કરી ઉપસ્થિતોને પણ તે કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનો ભરૃચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડિયા, નિલેશ ટેલર સહિત અન્ય સભ્યો, જીજે ૧૬ પેડલર્સ સાયકલ ગ્રુપના પ્રમુખ કિશન ચુડાસમા અને અન્ય યોગ પ્રેમીઓએ લાભ લીધો હતો.