Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન અભિયાન અંતર્ગત નેત્રંગ ખાતે જનજાગૃતિ રેલી યોજાય...

હાથીપગોના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલા જ રાજ્યભરનું આરોગ્ય વિભાગ તેને કાબુમાં લેવા માટે સતત પગલા ભરી રહ્યુ છે,

X

ભરૂચ જીલ્લામાં હાથીપગો રોગ દેખા દેતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી-ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ ખાતે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યું છે.

હાથીપગોના રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલા જ રાજ્યભરનું આરોગ્ય વિભાગ તેને કાબુમાં લેવા માટે સતત પગલા ભરી રહ્યુ છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી-ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા આવ્યું છે. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.એન.સીંઘની દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે તા. 9મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નગરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજી હતી. આ અભિયાન નેત્રંગ તાલુકાના તમામ વિસ્તારમાં તા. 10થી 12 ફેબુઆરી દરમિયાન ચાલશે. હાથીપગોના અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં DEC અને આલ્બેન્ડાઝોલની દવાનો ડોઝ તાલુકાના તમામ ગામોમાં વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મેલેરિયા અઘિકારી ડો. નિલેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.એન.સિંઘ, સામાજિક આગેવાન ગણેશ વસાવા, બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story