ભરૂચ: વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતેથી રેલી યોજાઇ

આજરોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ભરૂચ: વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતેથી રેલી યોજાઇ
New Update

આજરોજ વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે "ટીબી હારેગા દેશ જીતેગા" ના નારા સાથે ભરૂચ ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ અર્થે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ સ્ટેશન રોડથી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ દુલેરા,ક્ષય કેન્દ્ર અધિકારી ડો.વાય.એમ માસ્ટર દ્વારા ઝંડી બતાવી રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ક્ષય વિભાગનો સ્ટાફ,નર્સિંગ સ્ટાફ,વિવિધ સંસ્થાનોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ટીબી ઓફિસર વાય.એમ માસ્ટરએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 3014 ટીબીના દર્દીઓ નોંધાયેલાં છે અને નિયમિત સારવારથી ટીબીના 2555 દર્દીઓ સાજા થયાં છે.  

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #occasion #rally #Zilla Panchayat #World TB Day
Here are a few more articles:
Read the Next Article