ભરૂચ: ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક સરઘસ યોજાયું

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતેથી કેથોલિક ચર્ચ દ્વારા નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક સરઘસ યોજાયું

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતેથી કેથોલિક ચર્ચ દ્વારા નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ શહેરમાં વસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા આજરોજ નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતેથી કેથોલિક ચર્ચ સુધી ધાર્મિક સરઘસ કાઢવામાં આવ્યું હતું જે સરઘસ પાંચબત્તી,સ્ટેશન રોડ થઇ કસક સર્કલ ત્યાંથી જયોતિ નગર વિસ્તારમાં ફરી ભાઈચારો,એકતા અને પ્રેમ શાંતિનો સંદેશ ફેલાવવામાં આ ધાર્મિક સરઘસ વિદ્યાદીપ કમ્યુનીટી કોલેજ ખાતે પહોંચ્યું હતું જ્યાં તેની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ સરઘસમાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા હતા.