ભરૂચ: ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું કરાયુ નિર્માણ

શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરનાથ ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી

New Update
ભરૂચ: ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું કરાયુ નિર્માણ

ભરૂચના ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરનાથ ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી

ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના કાવેરી નદી કિનારે આવેલ શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે. આ મંદિર ખાતે વાર તહેવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. હાલ અધિક માસની પુર્ણાહુતિ બાદ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ મંદિરના મહંત દ્વારા પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે અને શિવ ભક્તો માટે દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મૂકવામાં આવી છે.અમરનાથ ગુફામાં બિરાજમાન બરફના શિવલિંગના દર્શન માટે સુરત,વડોદરા અને અમદાવાદ સહિત ભરુચ-અંકલેશ્વરના ભક્તો આ સ્થળે આવી બરફાની બાબાના દર્શન કરી રહ્યા છે.

Latest Stories