Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું

ભરૂચ : નેત્રંગ ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરાયું
X

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી દર વર્ષે રૂરલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઈન્ડિયા નેત્રંગની અર્થપૂર્ણ યાત્રા શરૂ કરી. આ રૂરલ કેમ્પમાં એમ.એચ.આર.એમ/એમ.એચ. ડબલ્યુમાં અભ્યાસ કરતા પહેલા વર્ષના વિદ્યાર્થીઓને રૂરલ એક્સપોસર, ટીમવર્ક, ગ્રુપ લિવિંગ વગેરેનું કૌશલ્ય આપવામાં આવે છે.

આ વર્ષે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી પ્રોફેસર અને ફેકલ્ટી કેમ્પ કોઓર્ડિનેટર સમીના પઠાણ અને ડૉ.કવિતા સિંધવના માર્ગદર્શન હેઠળ જુનિયર એમ.એચ.આર.એમના વિદ્યાર્થીઓએ "ક્ષિતિજ" નામે રૂરલ કેમ્પમાં નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં જઈને સોશિઓ ઇકોનોમિ જેવા મુદ્દાને લઈને સર્વે કરવામાં આવ્યો છે.

સાથે જ નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ જેમ કે પર્યાવરણની સુરક્ષા, બેટી બચાઓ-બેટી પઢાઓ, મતદાતા અધિકાર જેવા મુદ્દાઓ ઉપર નાટ્ય રૂપાંતરથી ઉપસ્થતી સ્થાનિકો અને વિધાર્થિનીઓને જાગૃત કર્યા હતા.

આ રૂરલ કેમ્પ તા.૨૮/૧૨/૨૦૨૩ થી તા.૩/૦૧/૨૦૨૪ સુધી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ પ્રસંગે નેત્રંગ પોલીસ સબ ઇન્સપેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ, યુવા આગેવાન બ્રિજેશકુમાર પટેલ, પૂર્વ સરપંચ બાલુભાઈ વસાવા, શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલના આચાર્ય આર.એલ.વસાવા, સુપર વાઈઝર પ્રમોદસિંહ ગોહિલ તેમજ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના અને ફેકલ્ટી કેમ્પ કોઓર્ડિનેટર સમીના પઠાણ અને ડૉ.કવિતા સિંધવ, સ્થાનિકો, તથા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો.

Next Story