ભરૂચ : વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ ખાતે સ્પોર્ટસ-ડે યોજાયો, વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચ શહેરના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ ખાતે સ્પોર્ટસ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ ખાતે સ્પોર્ટસ-ડે યોજાયો, વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચ શહેરના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ ખાતે સ્પોર્ટસ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભરૂચના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ ખાતે યોજાયેલ સ્પોર્ટસ-ડેમાં પ્રાથમિક વિભાગ અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીનીઓ દ્વારા પિરામિડ તથા વી.સી.ટી. પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ દ્વારા લેઝિમ દાવ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંકુલની આંતર શાળા/કોલેજ સ્પર્ધા જેમ કે, લીંબુ ચમચી, 100 મીટર દોડ, ત્રિપગી દોડ, ખો-ખો અને રસ્સા ખેંચની રમત રમાડવામાં આવી હતી. મુખ્ય મહેમાન દ્વારા કાર્યક્રમને અનુરૂપ વકતવ્ય રજૂ કરવામાં આવ્યુ હતું. આ સ્પોર્ટસ-ડેમાં ભાગ લઈ વિજેતા થનાર વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત યુપીએલ યુનિવર્સિટિ ઓફ સસ્ટેનેબલ ટેકનોલાજીના પ્રોવોસ્ટ ડો. શ્રીકાંત તથા યુપીએલ યુનિવર્સિટિના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. મોનીકા પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.