New Update
/connect-gujarat/media/post_banners/3a71dd74939e2a5c3c16d34cee948dc804ecbfa8995f8786c128ab1df15bd6db.jpg)
ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું
દર વર્ષે બાળકોમાં સંસ્કાર,શિક્ષણ અને સ્વાસ્થ્ય તેમજ સત્સંગના ચાર મૂલ્યો કેળવાય તે હેતુથી ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજરોજ રમતોત્સવનું આયોજન કરાયું હતું.જેમાં ભરુચ જિલ્લાના કેજીથી ધોરણ-8માં અભ્યાસ કરતાં 900 જેટલા બાળકોએ સંગીત ખુરશી,દેડકા કૂદ,લીંબુ ચમચી સહિતની રમતોમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ રમતોત્સવમાં સ્વામી નારાયણ મંદિરના મહંતો,અનુયાયીઓ તેમજ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories