/connect-gujarat/media/post_banners/718a84d6dc5d30f8e06a340371c254f2b89c2ec40e35cff26cce77258403cf13.webp)
ભરૂચ બેઠક પર લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે ત્યારે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા છે આજે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને અપક્ષમાંથી નવીન પટેલે ઉમેદવારી નોંધાવી હતી.
આજે તારીખ 18 એપ્રિલ સુધી કુલ 2 અપક્ષ, 4 BJP-4 ડમી ઉમેદવાર અને 1 આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરાયા હતા ત્યારે આવતીકાલે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા BAPમાંથી ઉમેદવારીપત્ર ભરશે સાથે જ અન્ય પક્ષઓ અને અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ભરે એવી શક્યતા છે. અત્યાર સુધી કુલ 56 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે.