ભરૂચ : પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો કરવા હેતુ જંબુસરમાં આંગણવાડી બહેનો માટે તાલીમ શિબિર યોજાય...

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BRC ભવન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમ શિબિર યોજાય હતી.

New Update

Advertisment

ગુજરાત સરકાર શિક્ષણમાં સુધારો અને વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે, અને નાના બાળકોના પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા શાળા પૂર્વનું શિક્ષણ જેમાં સુધારો થશે. બાળકોને મૌખિક ભણાવા કરતા ચિત્ર, પઝલ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે તો બાળકોના જ્ઞાનમાં વધારો અને સુધારો થાય છે. તે માટે આંગણવાડી બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર ICDS દ્વારા જંબુસર શહેર અને તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે ખાસ TLM તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર MS અલ્પા વણકર, PSE અંકિત પરમાર દ્વારા 5 દિવસ અલગ અલગ સેજાની કાર્યકર બહેનોને સુંદર તાલીમ આપવામાં આવી હતી. સદર ટ્રેનિંગમાં ICDS સ્ટાફ અલ્પા રાજ, અમીલા વસાવા અને કિન્નરી સોલંકી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment