/connect-gujarat/media/post_banners/04d6fa26890c64b8d48d834f9960298c51b1f5c7c092b08171b9379eec7721e9.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝાં પાસેથી જીવદયા પ્રેમીઓએ ગેરકાયદેસર હેરફેરી કરતાં ઘેટાં-બકરા ભરેલ ટ્રક પકડી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી હતી
ભરૂચના વૈકુંઠ બંગલોઝ સોસાયટીમાં રહેતા અજિત રાધેશ્યામ માલપાણી એકતા એજ લક્ષ્ય સંગઠનના કાર્યકર છે જેઓ ગતરોજ રાતે પોતાના મિત્ર સંજય પટેલ સાથે પોતાની કાર લઈ ભરૂચથી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રક નંબર-જી.જે.31.ટી.2038 ઉપર શંકા જતાં જીવદયા પ્રેમીઓએ માંડવા ટોલ પ્લાઝાં પાસે ટ્રકને ઊભી રાખવી અંદર જોતાં તેમાં ખીંચો ખીંચ ક્રૂરતા પૂર્વક 159 ઘેંટા અને 9 જેટલા બકરા મળી આવ્યા હતા જેથી જીવદયા પ્રેમીઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રકના ચાલક અને મોડાસાના ફૈજેરસુલ સોસાયટીમાં રહેતો મોહમંદ ફૈઝાન ફકીર મહોમંદ ગફુર ઘાંચી,ક્લીનર આસિફ હુસેન નિઝમુદ્દીન શેખ અને મહોમંદ સમીર મોહમંદ સલિમ કુરેશીને પશુ અંગે પૂછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 5 લાખના પશુ અને ટ્રક મળી કુલ 10.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.