Connect Gujarat
ભરૂચ

ભરૂચ: DEO કચેરી દ્વારા જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મતદાન જાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો

ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજના રંગના પોષાક પરિધાન કરી વિવિધ સ્લોગન બનાવ્યા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમ્યાન મતદાન જાગૃતિના હેતુસર ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેકટર દિવ્યેશ પરમાર,જીજ્ઞેશભાઈ,શાળાના કેમ્પસ ડિરેકટર સુષ્મા ભટ્ટ,સીબીએસઈ સેક્શનના પ્રિન્સિપલ રેખા શેલકે, વાઈસ પ્રિન્સિપલ નેન્સી ચોક્સી, જીએસઈબી ઇંગ્લીશ મીડીયમના પ્રિન્સિપલ સીમી વાઘવા, ગુજરાતી મીડીયમના પ્રિન્સિપલ મેઘના ટંડેલ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ ભારતના રાષ્ટ્રધ્વજના રંગના પોષાક પરિધાન કર્યા હતા અને શિસ્તબદ્ધ રીતે કતારમાં બેસી વોટ ફોર ભારત, વોટ ફોર ભરૂચ અને વોટ ફોર સ્યોરના સ્લોગન તૈયાર કર્યા હતા. મતદાન જાગૃતિના આ કાર્યક્રમના આકાશી દ્રશ્યોએ સૌને આકર્ષિત કર્યા હતા આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો દેશની ઉન્નતિ માટે મતદાન કરે એ માટે જરૂરી માર્ગદર્શન અપાયુ હતું

Next Story