ભરૂચ: જંબુસરની શ્રીજીકુંજ સોસાયટીમાં દશેરાની રાત્રે નજીવી બાબતે ઝધડૉ થતાં એક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો.

દશેરાની રાત્રે જંબુસરની શ્રીજીકુંજ સોસાયટીમા દર વર્ષની જેમ શેરી ગરબાનું આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: જંબુસરની શ્રીજીકુંજ સોસાયટીમાં દશેરાની રાત્રે નજીવી બાબતે ઝધડૉ થતાં એક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો.

મળતી માહિતી મુજબ દશેરાની રાત્રે જંબુસરની શ્રીજીકુંજ સોસાયટીમા દર વર્ષની જેમ શેરી ગરબાનું આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના તમામ સદસ્યોં ગરબા રમી રહ્યા હતા.તે દરમિયાન સોસાયટીમા રહેતો મનોજ ચંદુભાઈ પરમારે તેજ સોસાયટી મા રહેતા પાર્થ જસુભાઈ પરમાર સાથે નજીવી બાબતે ઝઘડો કરી અપશબ્દો બોલી પાર્થને ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ પાર્થ પરમારને ઈજાઓ થતા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાર બાદ તેને વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.આ મામલે જંબુસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.