Connect Gujarat
ભરૂચ

ભરૂચ:આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહના સમર્થનમાં આવેદન પત્ર પાઠવાયુ

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે

X

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવો અને સમગ્ર કાંડની નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.સોમવારે રાજ્યભરમાં AAP દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવ્યા હતા જેના ભાગરૂપે ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીના તારીખ સૈયદ, ભાવેશ નાયક ,ગોપાલ રાણા સહિતના કાર્યકરો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવાયું હતું કે યુવરાજસિંહની ધડપકડ મામલે સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં ખાસ તપાસ ટીમની રચના કરી તમામ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે.

Next Story