/connect-gujarat/media/post_banners/80e01cdd2b5b69860fe3d95b29f148f6c4e40f364ed9b4e93abac664dbc960ac.jpg)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય છોટુ વસાવાના જન્મદિવસ નિમિત્તે આમલઝર ગામ ખાતે આદિવાસી સમાજના મશિહા છોટુભાઈ વસાવાના નામથી માર્ગ અને ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય છોટુ વસાવાના જન્મદિવસ નિમિત્તે ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ ખાતે ગ્રામ પંચાયત વિસ્તારમાં નવનિર્મિત માર્ગને “આદિવાસી મશિહા છોટુભાઈ વસાવા માર્ગ" નામ આપવામાં આવ્યું છે. આ સાથે જ ગામના ચોકને પણ "આદિવાસી માશિહા છોટુભાઈ વસાવા ચોક" નામ આપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
માર્ગ અને ચોકને પોતાના સમાજના મશીહાનું નામ આપી આમલઝરના ગ્રામજનોએ માજી ધારાસભ્યને જન્મદિવસ નિમિત્તે અનોખી ભેટ આપી હતી. આ પ્રસંગે ગામ અગ્રણી બચુ માસ્તર, સરલા વસાવા, દિલીપ વસાવ, અશ્વિન પટેલ, કનુ વસાવા તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.