ભરૂચ: પાંજરાપોળની જમીનના રૂ.10 હજાર કરોડના કથિત કૌભાંડ અંગે AAP દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

આમ આદમી પાર્ટી ભરૃચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર માં જણાવાયું છે

New Update
ભરૂચ: પાંજરાપોળની જમીનના રૂ.10 હજાર કરોડના કથિત કૌભાંડ અંગે AAP દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જારોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પાંજરાપોળની જમીનના રૂ.10 હજાર કરોડના કથિત કૌભાંડ બાબતે સીટની રચના કરવાની માંગ કરવામાં આવી હતી

Advertisment

આમ આદમી પાર્ટી ભરૃચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર માં જણાવાયું છેકે પાંજરાપોળની જમીનનું 10,000/- કરોડનું કૌભાંડ અખબારી પાને આવી રહ્યું છે. એમા ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા તત્કાલીન મુખ્ય મંત્રી અને મહેસુલ મંત્રીના નામો આવી રહ્યા હોય ત્યારે કોઈ અધિકારીઓ તપાસ કરે અને એ તટસ્થ હોય, ગુનેગારો સુધી પુરાવા સાથે દોરી જનારી તપાસ હોય એવું ગુજરાતની જનતા કેવી માને ત્યારે હાઇકોર્ટના ચાલુ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇવેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે અને સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

Advertisment