ભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું વિવિધ ગામોમાં ભ્રમણ, ચૈતર વાસવાનું સ્વાગત કરાયું

લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

New Update
ભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું વિવિધ ગામોમાં ભ્રમણ, ચૈતર વાસવાનું સ્વાગત કરાયું

આપની સ્વાભિમાન યાત્રા 10માં દિવસે ભરુચ તાલુકાનાં તવરા ગામમાં આવી પહોંચતા ચૈતર વસાવાએ ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરે દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા 10માં દિવસે ભરુચ તાલુકાનાં તવરા ગામમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું.ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ગામમાં આવેલ ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી.જે બાદ યાત્રા અન્ય ગામમાં જવા માટે રવાના થઈ હતી.

Latest Stories