Connect Gujarat
ભરૂચ

ભરૂચ : MLA ચૈતર વસાવના સમર્થનના આપના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જાહેર સભા સંબોધી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતાં ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

X

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઇને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી અને જનસભાને સંબોધન કર્યું હતું.

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતાં ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ ચૈતર વસાવા જાતે પોલીસ મથકે હાજર થયા હતા. જે અત્યારે જેલમાં છે. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. જેના ભાગરૂપે આજે નેત્રંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા જણાવ્યુ હતું કે ચૈતર વસાવા મારા નાના ભાઈ સમાન છે તેમની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ બાબતે આમ આદમી પાટી ચૈતર વસાવા સાથે છે અને આગામી લ્લોકસભાની ચૂંટણીમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા હશે

તો પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને પણ તેમના આગવા અંદાજમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને સમગ્ર આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સાથે ઊભી હોવાનું જણાવ્યુ હતું

Next Story