Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગાંધીનગરમાં માજી સૈનિકોના પરિવાર પર થયેલા લાઠીચાર્જ મામલે AAPની તંત્રને રજૂઆત...

ગાંધીનગર ખાતે 14 જેટલી માંગણીઓને લઈ માજી સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીચાર્જ દરમ્યાન કાનજી મીથાલીયાનું મૃત્યુ થયું હતું.

X

ગાંધીનગરમાં 14 માંગણીઓને લઈ દેખાવો કરતા માજી સૈનિકો ઉપર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ગાંધીનગર ખાતે 14 જેટલી માંગણીઓને લઈ માજી સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીચાર્જ દરમ્યાન કાનજી મીથાલીયાનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે ભરૂચ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદન પત્ર વહીવટી તંત્રને આપ્યું હતું. ભરૂચ આપ પાર્ટીએ આક્ષેપ સાથે માંગણી કરી હતી કે, ભાજપ સરકારના ઈશારે માજી સૈનિકો ઉપર લાઠી ચાર્જ કરાયો હતો. જે દુઃખદ ઘટના છે. જેમાં શહીદ થયેલા કાનજી મીથાલીયાના પરિવારને ન્યાય આપી રૂપિયા એક કરોડનું વળતર ચૂકવાય તેમજ માજી સૈનિકોની તમામ 14 માંગણીઓ સ્વીકારવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટના નિવૃત જજ દ્વારા આ ઘટનાની તપાસ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. દેશના જવાનો અને શહીદોના પરિવારોને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડે તેને આપ પાર્ટીએ દુઃખદ ઘટના ગણાવી હતી.

Next Story