/connect-gujarat/media/post_banners/b0616e71b7ba5637ca1c4fde3313a4379bd21610bd04e4d12ff4824722428c10.jpg)
ભરૂચ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આભાકાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સુવિધા મળી રહે માટે ભરૂચ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આભાકાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
જે સેન્ટર ખાતે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૫:૩૦ વાગ્યા સુધી વિના મૂલ્યે લાભાર્થીઓને આભાકાર્ડ કાઢી આપવામાં આવે છે.આભા કાર્ડમાં વ્યક્તિના બ્લડ ગ્રુપ, રોગ તેમજ દવા અને ડોક્ટરને લગતી તમામ માહિતી સાથે તમામ મેડિકલ રેકોર્ડ જેવા કે લેબ રિપોર્ટ, ડોક્ટરે લખેલી દવાની પ્રિસ્ક્રીપશન અને નિદાનને વિગત પણ હશે ત્યારે આ આભા કાર્ડ કઢાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે