/connect-gujarat/media/post_banners/02068d30bac9d016e54ee78870fd458fdaf72b2416d3bd547f658062ee59600d.jpg)
ભરૂચના આમોદ નજીક કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 5થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચના આમોદ-જંબુસર માર્ગ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી નજીક આવેલ હોટલ ડિસેન્ટ પાસે વેગન આર કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા.108 સેવાની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના બેરલ ભરેલ ચેરી ટેમ્પો અને વેગન આર કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. તેમજ CNG ગેસનો બોટલ તૂટી કેટલેક દૂર સુધી ઝાડીઓમાં ફંગોળાયો હતો. જોકે મોટી જાનહાની ટળી હતી.