/connect-gujarat/media/post_banners/c5122dea8ec763a1a39bbefa07b34c90ed07da4c78ff08ea84c9f9c6a6c38e7b.webp)
સુરતથી રાજસ્થાન જતા હતા દરમિયાન વડોદરા તરફ જતા નબીપુર પાલેજ નજીક માચ ચોકડી પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં ટ્રક ચાલકે સુરતથી આવતી રાજસ્થાન જતી કારને ટક્કર મારતા કારમાં સવાર પાંચ મુસાફરોને નાની મોટી ઇજા થઈ હતી જેઓને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો